Showing posts with label Finding someone. Show all posts
Showing posts with label Finding someone. Show all posts

Tuesday, March 11, 2014

હું તને મળી જઈસ કો'ક પ્રાસમાં.

તું મને ન શોધ ક્યાંક આસપાસમાં,
હું તને મળી શકું તારા જ શ્વાસમાં.

ના ભળે સાથે કદી તો ક્યાં ફરક પડે ?
સ્વપ્નમાં સાથે હશું કોઈ પ્રવાસમાં.

સૂર્ય જેમ કોઈનામાં હું સવારથી,
અંધકાર શોધતો રહ્યો ઉજાસમાં.

માર્ગમાં કોઈક તો ભૂલું પડ્યું હશે,
નીકળ્યો હશે પછી પવન તપાસમાં.

તું મથામણો કરી ગઝલ લખી તો જા !
હું તને મળી જઈસ કો'ક પ્રાસમાં.