Monday, July 7, 2014

લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,

લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
મિત્રો,

આજનાં જમાનાની વ્યસ્થતાને લઇને અતિસુંદર કાવ્યપંક્તિ રજૂ કરું છું,
એકવાર તો જરૂરથી વાંચજો...ખૂબ મજા આવશે...!!!


અંધશ્રદ્ધા છે આંધળી, વહેમને વંટોળે વહે;
અતીશ્રદ્ધા છે અવળચંડી, વેવલાપણાંનાં વાવેતર કરે...
યુરોપે અટપટાં યંત્રો શોધી ફીટ કર્યાં ફૅક્ટરીમાં;
આપણે સીદ્ધીયંત્રો બનાવી, ફીટ કર્યાં ફોટામાં...
પશ્ચીમે ઉપગ્રહ બનાવી, ગોઠવી દીધા અંતરીક્ષમાં;
આપણે ગ્રહોના નંગ બનાવી, મઢી દીધા અંગુઠીમાં...
અમેરીકા વૈજ્ઞાનીક અભીગમથી બળવાન બન્યો વીશ્વમાં;
આપણે ધાર્મીક કર્મકાંડો થકી, કંગાળ બન્યા દેશમાં...
પશ્ચીમે પરીશ્રમ થકી, સ્વર્ગ ઉતાર્યું આ લોકમાં;
આપણે પુજાપાઠ–ભક્તી કરી, સ્વર્ગ રાખ્યું પરલોકમાં...
પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
આપણે વૃક્ષો જંગલો કાપી, લાકડાં ખડક્યાં ચીતામાં...
સાયંટીફીકલી બ્લડ ચૅક કરી, ઍંગેજમેન્ટ કરે પશ્ચીમમાં,
સંતાનોને ફસાવી જન્મકુંડળીમાં, લગ્નકુંડાળાં થાય આ દેશમાં...
લસણ–ડુંગળી–બટાકા ખાવાથી પાપ લાગે આ દેશમાં,
આખી ને આખી બેન્ક ખાવા છતાં પાપ ન લાગે આ દેશમાં...!!!

1 comment:

  1. પર્યાવરણ–પ્રદુષણથી જયારે જગત આખું છે ચીંતામાં;
    આપણે POP ni Ganesha murtio padharvi ,Nadi-jal ne karyu vishmay !

    ReplyDelete