Thursday, March 24, 2016

તરબતર

તરબતર...

તારા વગરની સાંજે..
મને ઈર્ષા આવે છે..
સંધ્યાના ગાલની..
જ્યાં સુરજ પ્રીતનો ગુલાલ છાંટી સંતાય છે..
પછી..મને એકલતા વધુ વર્તાય છે..
એ તો સારું છે કે ..તું નહિ ..તો..
તારુ સ્મરણ મધુર ક્ષણોની પીચકારી ભરી..
એ એકલતાની ભીડમાં..
મનને છાનુંછપનું રંગી જાય છે..ને ..
મને સપનાની સોડમાં ધકેલી..
આંખ મારી.. "હેપી ધૂળેટી".. કહી ભાગી જાય છે
પછી તારી યાદના આલિંગનમાં મને જકડાયેલી જોઇને
જનમતી નવજાત રાતની આંખોમાંયે ઉન્માદ છવાય છે..
પછી સવાર સુધી..હું અને રાત બંને ..તરબતર.

No comments:

Post a Comment