Friday, January 2, 2015

આ તો નવું વરસ છે.

જો ને કેવું સરસ છે!
આ તો નવું વરસ છે.
સંબંધો નો સથવારો ને લાગણી
અરસ પરસ છે!
આ તો નવું વરસ છે.
જુઠું નકારી સાચું સ્વીકારીએ,
જોખમ થયા જુનાં,
આ જ તો નવું સાહસ છે!
આ તો નવું વરસ છે.
ભૂલી જઈને 'અંતર',
રહીએ 'અંતર' માં ચાલને ,
આવો એક નિખાલસ પ્રવાસ કરીએ.
ફરી ફરી ને ત્યાં જ મળીશું,
ખુદથી ભાગીને કયાં જઈશું ?
આ દુનિયા કયાં ચોરસ છે !!
આ તો નવું વરસ છે! --

No comments:

Post a Comment